કોઈ એટલે સુધી આવીને પાછું ગયું.
કે સાથે સાથે અસ્તિત્વ આખું ગયું.
માંગજે હિસાબ તારા બંધ બારણા પાસે,
કોઈ કેટલી વાર આવીને પાછું ગયુ?
ન પુછાઇ શકેલા એ પ્રશ્નને પૂછજે,
કેટલી વાર હોઠ સુધી આવવાનું થયુ?
કોઈકે પાછું એ ગીત વિરહ નું ગાયું.
આંખોથી પછી કેમેય ન રહેવાયું ગયું.
પાંજરાને પૂછવા માત્રનો ય હક નહીં!
મનમોજીલું એક પંખી આવ્યુ, ગયુ.
કાયમનો પછીથી ત્યાં દુષ્કાળ થઇ ગયો,
આંખથી ખરીને આખરી આંસુ ગયુ.
પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી
ચકડોળ સાથે ચાલતાં વારામાં હું નથી. પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. તારાં મિલનની જો હવે કેવી થઈ અસર, ચાલી રહ્યા છે શ્વાસ પણ...