પારકાં ને ક્યાં શોધવા અહીં,
પોતાના ખોવાઈ ગયા..
રેતી જેવા હતા સપના મારા,
મોજાં થી ધોવાઈ ગયાં…
વિતેલી વાતોને યાદ કરી તો,
આંસુ છલકાઇ ગયા..
સંબંધો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઇ ગયા..
યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા,
જે દિલ પર છવાઈ ગયા..
✍️ કાનજી ગઢવી