પારિજાત ભેગું માટીનું ઢેફું જો કેવું મહેંકે,
ગુલાબ સંગે તીક્ષ્ણ કંટક પણ સહ્ય લાગે.
દરિયારેતમાં છીપલાં મોતીનો રુઆબ ધરે,
નદીપ્રવાહે અથડાતાં પાણા વેણુનાદ સર્જૅ.
રામ સાનિધ્યે મર્કટ સેના સામર્થ્યથી ઊભરે,
શ્રીહરિ હસ્તે પામી મોક્ષ રાવણ મૃત્યુ હરખે.
શિવમંદિરે પૂજાય કાચબો ને નંદી શિવ સંગે,
શતદલની હયાતી માત્રથી પંક પંક આ શોભે.
યૌવનની ભરવસંત સંયમની પાનખરથી ઓપે,
ત્યાગ, અંનુકંપા સભર માનવ જીવન જ દીપે.
ડૉ ગીતા પટેલ.