વાત પ્રભુ સમજો તો ઠીક !
પીળું એક પાન રોજ રડીને કે’તું
કે હવે તો મારી દ્યો કીક.
ક્યાં લગી મુળિયામાં સંગરીને શ્વાસ –
મારે ગણગણવા વેદનાનાં સોન્ગ ?
ખુલતાં એ પર્ણોમાં બેઠેલા ઝાકળ પણ
શીખ્યાં છે ખરવાનો ઢોંગ
કૂંપળને સાનમાં કીધેલી લાગણીઓ –
એમ કેમ થૈ જાતી લીક ? – વાત પ્રભુ..
સુક્કી એ ડાળખી પર છાંટા બે વરસે –
તો દલડામાં આનંદ રેલાય !
કલરવનો જાપ રોજ માંડે છે પંખીઓ
એ સાંભળતા છાતી ફૂલાય !
આંસુની સેલ્ફીઓ પાડે સૌ કોઈ છતાં આવે ક્યાં કોઈ દિ’ નજીક ?
વાત પ્રભુ….
~ ધાર્મિક પરમાર ‘ધર્મદ’