કંઈ કેટલાય મગતરા પુરવાર થયા ,
કંઈ કેટલાય કાવતરા પુરવાર થયા.
અમારી ભુજાઓમાં હજુ સામર્થ્ય છે,
કોલેરા, પ્લેગ બિચારા પુરવાર થયા.
પુર,ધરતીકંપ, કશું કરી શકયા નહી,
અમારી હામ સામે નોધારા પુરવાર થયા.
અમે કોરોનાને ખુલ્લી ચેલેન્જ આપીએ,
તને ભરી પીશું ,અમે લડનારા પુરવાર થયા .
કપરા સંજોગોમાં માણસાઈ ટકી ગઈ છે,
તોફાનો ચાના કપમાં હારનારા પુરવાર થયા.
ભરત વૈષ્ણવ