પૂષ્પ સૌ મસ્તીમાં ગુલ્શનમાં હતા,
જોઈને માળીને, ઉલ્ઝનમાં હતા.
નામ પસ્તીનું અપાયું ગ્રથને,
જે વિચારો કાલ સર્જનમાં હતા.
હાથતાળી મિત્ર મળ્યા ત્યાં મને,
જે ગુણો મારા એ દુશ્મમનમાં હતા.
આપ મારા શેર, ગઝલોના સુમન,
આપ કોના દોસ્ત, ચિંતનમાં હતા?
એ ભલે કોમેન્ટ ના આપી શક્યા,
પણ અમે તો એમના મનમાં હતા.
સિદ્દીકભરૂચી