દર્દથી પીડાય એને વાત ક્યે છે હર્ષમાં.
સાંત્વના દેતા પ્રભુને જોઉં છું નર્સમાં.
હોઠથી જે ના કહ્યું બોલી ગયા એ શબ્દથી,
વાંચતા માલુમ પડ્યું કાવ્યના નિષ્કર્ષમાં.
છોડવાં વાવી કરે છે માવજત એ હોંશથી,
બાગના માળીને માત્ર ઝંખના ઉત્કર્ષમાં.
હાથ જમણો દાન દ્યે ડાબો ના એને જાણતો,
મોખરે છે સ્થાન એવા માનવી આદર્શમાં.
ભૂલથી ભુલાય ના સિદ્ધાંત એકે કર્મનો,
એટલે કાયમ રહે છે કૃષ્ણ ગીતા પર્સમાં.
પાયલ ઉનડકટ