હારને જીતમાં ફેરવવાનો પ્રયત્ન તો કર,
તું ખુદને સાબિત કરવાનો પ્રયત્ન તો કર !
સામે ચાલી મળવા મંજિલ ખુદ આવશે,
સફરમાં આગળ વધવાનો પ્રયત્ન તો કર !
તારીય તસવીર થઈ જશે રંગીન મજાની,
તુ અવનવા રંગો પૂરવાનો પ્રયત્ન તો કર !
આ નિરાશાનો અંધકાર પણ દૂર થઈ જશે,
ઉમંગની જ્યોત જલાવવાનો પ્રયત્ન તો કર !
દુનિયા તો તને આપોઆપ સમજાઈ જશે,
પહેલા ખુદને સમજવાનો પ્રયત્ન તો કર !
– અક્ષય ધામેચા