ખાલી દિવસના અજવાળામાં નહિ પણ,
જીવનના દરેક અંધારામાં સાથ જોઈએ છે.
કચરો પડ્યો છે આંખમાં એમ કરીને આંસુ છુપાવતા નહીં પણ,
મન મૂકીને રડતા વાતો કહી શકું એવો સાથ જોઈએ છે.
જાતે શીરો કે ગાજરનો હલવો બનાવીને મોં મીઠું કરવાથી લઈને,
સાથે જીવન મીઠું બનાવાનો સાથ જોઈએ છે.
એકબીજાને ખુશ જોવા નખરા કરવાથી લઈને,
આપણા પરિવારને જોડે ખુશ રાખવા સાથ જોઈએ છે.
વરસાદની મોસમમાં પલળવાનું ગમતું ના ગમતું કરીને,
તમારા પ્રેમમાં જીવનપર્યંત ભીંજાવા સાથ જોઈએ છે.
પોતાના છેલ્લા શ્વાસ ચાલે ત્યાં સુધી નહિ પણ,
જીવન નો છેલ્લો શ્વાસ જોડેજ જીવીએ એવો સાથ જોઈએ છે.
તમારા જીવનમાં આવતું એક એક વર્ષ વધતું જાય,
જેથી આપણે જોડે એકબીજાને હેરાન કરી શકીએ.
આ બધાનો મતલબ એક જ કહેવા માગું છું કે,
આગળ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવનસાથી બની એનો સાથ માંગુ છુ.
રજનીબાળા માલીવાડ