ચિંતા જ્યારે તણાવની ટેકરીએ મને લઈ જાય છે,
હવામાં ઊડવાના આનંદની અનુભૂતિ થાય,
એ તમારા પ્રેમની તાકાત છે.
ક્રોધ જ્યારે બાળી જાય મને ઈર્ષ્યાના લાકડે,
નવા ખીલતા ફૂલની મહેક બનાવી જાય,
એ તમારા પ્રેમની તાકાત છે.
હતાશા જ્યારે ડૂબાડે મને તણાવના સમંદરે,
લહેરો પર તરવાના તરંગ મહેસૂસ કરાવી જાય,
એ તમારા પ્રેમની તાકાત છે.
પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચી જાય,
રાહતની પળોનો અહેસાસ કરાવી જાય,
એ તમારા પ્રેમની તાકાત છે.
ઉપેક્ષાઓ જ્યારે તાણી જાય અંબરમાં અસ્તાચળે,
ધૂમકેતુની જેમ સુસ્પષ્ટ મને ચમકાવી જાય,
એ તમારા પ્રેમની તાકાત છે.