તારા પ્રેમની તારી સમક્ષ રજૂઆત એટલે મારો પ્રેમ પત્ર
તારા પ્રત્યે લાગણીની આ ભીની આંખોમાં છે પરિપત્ર
મારા જીવનનું છે આ સુંદર પ્રેમ ભર્યું રંગીન ચિત્ર
તારા સાથમાં હવે તો શ્વાસની એવી આ જગ કેરી પ્રીત
તારા સાથને પામવાની અને માણવાની તક એ જ મારા જીવનની ખરી જીત
તારા સંગ જીવવાની તક મળે એવી શક્યતાને પામવાની ગોતું છું હું રીત.
તારામાં જ પોતાનું અસ્તિત્વ ગોતે છે આ મારા મન નું ગીત
તારા સાથ થી જ મારા જીવનનું આ કર્ણપ્રિય એવું સંગીત
મારા નામનું એક જ હવે સરનામું કે તારા મુખ થી મારું નામ એટલે આ “અમિત”