પ્રેમમાં આ રજા નથી મળતી,
છુટા પડવાની હા નથી મળતી.
એજ પૌરા મને બતાવી શકે,
જેમનામાં ખતા નથી મળતી.
એકવીસમી સદીના જીવનમાં,
કોઈ રસ્તે વફા નથી મળતી.
બેગુનાહોને કેદનું સ્વાગત,
દોષીઓને સજા નથી મળતી.
સર્વ ગમના ઉપાય શોધાયા,
વ્હેમની એક દવા નથી મળતી.
સ્વર્ગમાં પણ હવે તો કર્ફવ્યુ છે,
દોસ્ત,ત્યાયે દયા નથી મળતી.
એમ તો સૌ સગા સબંધી પણ,
આંખમાં આસ્થા નથી મળતી.
પ્રેમ કરવાની આ જ મોસમ છે,
એવી તક છે,સદા નથી મળતી.
રોજ રિકવેસ્ટ તો મળે છે પણ,
કોઇ લાયક શમા નથી મળતી.
ઝેર ભળ્યું છે આભમાં” સિદ્દીક”,
ક્યાંક તાજી હવા નથી મળતી.
સિદ્દીકભરૂચી.