ખબર નથી એ આવીને શું કહી ગયો…
આંખોમાં ઉતરી મારી લાગણી વાંચી ગયો…
આંખોના મૌનનું અકબંધ ભેદ ઉકેલી ગયો..
ઓચિંતો આમ એ મને રસ્તામાં મળી ગયો…
અણધાર્યા સપનાને હકીકત બનાવી ગયો…
સપના મારા બધા એની આંખોમાં ઉતારી ગયો…
લોહી બની મારી નસ-નસમાં વહી ગયો..
પ્રેમની શ્યાહીથી મારા દિલમાં એનું નામ છાપી ગયો.