પ્રેમ છે કે વ્હેમ છે કે, વ્હેમ છે કે પ્રેમ છે,
જે ગણો એ, પણ, એનાથી, જિંદગી હેમખેમ છે.
ભ્રમ છે કે છે હકીકત, સત્ય ક્યાં ક્યાં શોધવું,
આટલો બસ ફર્ક એમાં , આમ છે કે તેમ છે.
જ્યાંથી થઈ શરૂઆત ત્યાં જ અંત પણ આવી ગયો,
હું કહું છું પ્રેમ છે ને એ ગણે છે વ્હેમ છે.
શોધવા જાઉં ચહેરા, ને મહોરાંઓ મળે,
આ મહોરાંને ચહેરાનો નજીવો વ્હેમ છે.
એ નિરસ શબ્દો મહીં પણ પ્યાર પરખાઈ ગયો,
એક અરસા બાદ એણે, જ્યારે પૂછ્યું “કેમ છે”.
દિપેશ શાહ