તમે દિલમાં આવીને દિલના કોઈ ખૂણા માં વસી ગયા
લાગણીના તાતણા એવા બંધાયા કે પ્રેમ થઇ ગયો.
તમે મનમાં આવીને મનનું સુખ –ચેન લઇ ગયા
ચહેરો અમસ્થા મલકવા એવો લાગ્યો કે પ્રેમ થઇ ગયો.
તમે સપનામાં આવીને ઝીંદગીના સપના બની ગયા
સાથે વિતાવેલા પળો યાદ એવા આવ્યા કે પ્રેમ થઇ ગયો.
તમે જીવનમાં આવ્યા ને જીવનનો અજોડ ભાગ બની ગયા
આજે જીવવાનું સચોટ કારણ એવું મળી ગયું કે પ્રેમ થઇ ગયો.
તમે સમય સાથે આવ્યા અને આ સમય પણ સુવર્ણ બની ગયો
તમે પ્રેમ બનીને આવ્યા અને પ્રેમ આજે જીવન બની ગયો.
જીવન એવો અતુટ ભાગ તમે બની ગયા કે પ્રેમ થઇ ગયો.