પામ્યાં પરમ પાવન પ્રથાઓ પ્રેમના પોકારમાં,
પથરાય પુલકિત પુષ્પનો પમરાટ પળપળ પ્યારમાં.
પ્હેર્યું પિયરનું પ્રેમ પાનેતર પ્રગતિ પથ પર પછી,
પામી પ્રશંસા પ્રેમગંગા પૂર્ણતા પરિવારમાં.
પરિપૂર્ણતા પામી પ્રથમ પ્રિયતમના પ્રેમાલાપથી,
પણ પારદર્શક પ્રીત પરિચય પાંગરે પડકારમાં.
પૂરી પ્રતીક્ષા પાનખરની, પર્વ પ્રેમાનંદનો,
પાષાણદિલ પણ પીગળ્યાં પડઘાં પડ્યા પલકારમાં.
પામ્યાં પ્રણયની પંક્તિઓ, પાને પ્રભાવી પ્રેરણા,
પ્રેમીની પોથીમાં પ્રગટ પરમેશ્વરી પળવારમાં.
ચેતના ગણાત્રા “ચેતુ”