અમારાથી નફાઓ લઈ શકો છો,
ફકીરોની દુવાઓ લઈ શકો છો.
વફાદારી ઉપર તમને છે શંકા?
ગમે તેવા લખાણો લઈ શકો છો.
ગઝલ કે શે’રની ચોરીને બદલે,
ગઝલમાંથી વિચારો લઈ શકો છો.
ધરા કશ્મીરની રાતી કરી દો,
તમે નિર્ણય તમારો લઈ શકો છો.
ઉછાળો કાચ પર કાદવ સિફતથી,
સમસ્યાઓ,જવાબો લઈ શકો છો.
સિદ્દીકભરૂચી