ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું
નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
મમતા નાં વરસાદ માં ભીંજાઈ જવા માંગુ છું
માં તારો પાલવ પકડી ને દોડવા હું માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
સમય ની એ જૂની પળોમાં ઢોળાઇ જવા માંગુ છું
વિસરાઈ ગયેલાં સમય માં વિસ્તરાઈ જવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
અજાણ બની એ નિજાનંદ માં ચાલવા માંગુ છું
ઘણું બધું જીત્યા પછી હવે હારવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
ફરી સ્વપ્નો નાં આકાશ માં શ્વાસ લેવા માંગુ છું
એ કિલ્લોલ નાં આનંદ નો આભાસ કરવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
અજાણ્યા મિત્રો સાથે ફરી વાર રમવા માંગુ છું
જીવન ને પાછી એ ખુશીઓ ની પળો ધરવા માંગુ છું
ફરી એકવાર એ બાળપણ ને જીવવા માંગુ છું
– ધ્રુવ પટેલ