કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે….
અધૂરી વાતો પૂરી કરશું આપણે..
ભલે હોય દૂર અત્યારે એકબીજા થી આપણે….
જીવનની છેલ્લી ક્ષણોમાં સાથે રહેશું આપણે…
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે…
સાથ ભલે હશે થોડી ક્ષણો નો પણ…
ક્ષણે ક્ષણ ને સંગાથે માણશું આપણે…
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે…
રહી ગયેલી અધૂરી વાતો પુરી કરશું આપણે..
જૂની યાદો ને ફરી તાજી કરશું આપણે…
કોઈ સંધ્યાકાળે જીવનમાં ફરી મળશું આપણે..
ફરી મળશું આપણે…
~ હેતલ જોષી..