બની ફુલ ક્યારેક ખીલવું પડે,
ક્યારેક હસીને પણ રડવું પડે..
જાણતા હોઈએ બધું તોયે,
ઘણીવાર હોંઠો ને સીવવું પડે..
બસ આનું જ નામ જીંદગી….
સફરમાં એકલા પણ ચાલવું પડે,
દુઃખને પણ ક્યારેક માણવું પડે…
નથી હોતી ઈચ્છા હારવાની પણ,
કો’ક ની જીત માટે હારવું પડે…
બસ આનું જ નામ જીંદગી…
ભુલીને બધું બસ મોજમાં રેવું પડે,
તો ક્યારેક સુખની ખોજમાં રેવું પડે..
ખોવાઈ જાય છે પોતાના પણ અહીં,
ને એટલે પારકાં ની શોધમાં રેવું પડે…
બસ આનું જ નામ જીંદગી….
~ . કાનજી ગઢવી