બસ ચા સુધી…
એક અમસ્તી મુલાકાત,
શરૂ થઈ તારી અને મારી વાત..
અજાણી હોવા છતાં જાણીતી લાગી,
પ્રેમ કે દોસ્તીની નહોતી આ શરૂઆત..
મારે પીવી હતી એની સાથે ‘ચા’,
પણ એણે ‘કોફી’ માટે મુક્યો પ્રસ્તાવ..
મારો શાશ્વત પ્રેમ એટલે ‘ચા’,
એટલે મેં તો ‘ચા’ થી જ કરી શરૂઆત..
માન્યું કે દુનિયા છે એક કોકટેલ,
એટલે દરેકનો હોય એક અલગ અંદાજ..
એક નહોતી પસંદગી આપણી,
છતાં મુલાકાતના અંતે કરી આપણે ફરી મળવાની વાત..
~ Pinal shastri