જો’ને સહુ કહે છે જિંદગીને મોજથી તું જીવજે,
તારો હાથ પકડી હું રહું બસ મોજથી તું જીવજે.
વાતો કરે છે આખું ગામ તને મળીને મેં એ જાણ્યું,
પરવાહ છોડી બીજાની બસ મોજથી તું જીવજે.
દિલની તડપ તારી હતી એમાં વાંક ક્યાં છે કોઈનો,
કપાઈ ભલે ગરદન હવે બસ મોજથી તું જીવજે.
રિવાજોની આ વાત છે કોણ તારું એમાં ખાસ છે,
લકીરો થઈ ગઈ ધૂળની બસ મોજથી તું જીવજે.
હૈયું તારું જોવે રાહ એની શાની ઠારે આગ ભીની,
હવે ‘ધીર’ને સોંપીને જીવ બસ મોજથી તું જીવજે.
ધિરેનકુમાર કે. સુથાર “ધીર”