એક બીજાને મળવામાં બહુ જોખમ છે,
લોકો સાથે ભળવામાં બહુ જોખમ છે,
છે બંધ બજારો ને શેરીઓ સુની,
પેટીયું આ રળવામાં બહુ જોખમ છે,
બીક મહામારી સમ કોરોનાની છે,
ચપટી આટો દળવામાં બહુ જોખમ છે,
નિયમ પાળો સીધેસીધા હિતમાં છે,
વાંકાચૂંકા વળવામાં બહુ જોખમ છે
રાખોને સાવધાની ગંભીર બનીને,
બીજી વાતો કળવામાં બહુ જોખમ છે.
પાયલ ઉનડકટ