બાંધ્યો છે એક રસ્તો દરિયાની આરપાર
નીકળ્યો છું અમસ્તો એ રસ્તાની આરપાર
પાણીનો શું ભરોસો ? પાણી છે પારદર્શક
એ તો થીજી રહ્યું છે ડોળાની આરપાર
આવે છે એ જ ઘટના સપનામાં રોજરોજ
ગૂંથાતું એ જ સપનું ઘટનાની આરપાર
ખંડેરમાં વસુ છું ખંડેર થઈ જવું છે
નેથી છે એક બુલંદી બંદાની આરપાર
છેવટે ખરી ગઈ છે આંગળીઓ હાથથી
નીકળી શક્યા ન મણકા દોરાની આરપાર
– અરવિંદ ભટ્ટ