દીકરીને સાપની ભારી ગણી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
દીકરીને માટીની ઠીકરી ગણી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
મને દાયિત્વની ધૂંસરી ગણી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
મારી અસફળતાને આરી ગણી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
લગ્ન માટે મારી પસંદગીને મારી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
ડગલે ને પગલે ઈચ્છા મારી નથી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
મારી સફળતા આગવી રીતે ઊજવી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
મને ઊંચકી ને ગોળ ફરાવી ફૂદરડી
બાપુજી તું છે કમાલ તને સલામ.
બાપુ મને થાય કે હું તને ફરાવુ ફૂદરડી,
બાપુજી તું છે કમાલ તને સલામ.
ભરત વૈષ્ણવ