બારણાંઓ ખડખડે છે કોઇ છે,
વ્હેમ આખું ઘર કરે છે કોઇ છે.
કૂતરો સૂંઘી ને ઊભો થઇ ગયો,
રાહમાં કાંઇ ઘટે છે કોઇ છે.
એક આખા વિશ્વનું નામ જ હ્રદય,
રોજ નયનોથી દડે છે કોઇ છે.
ગામથી ઈચ્છાઓ ગઇ એ શહેરમાં,
એમ સંબંધો રચે છે કોઇ છે.
જંગલો જંગલ નથી રહ્યા હવે,
આજ ત્યાં મંગલ કરે છે કોઇ છે.
યાન ત્યાં પ્હોંચ્યા પછી બાળક કહે
ચાંદને ટેબા ભરે છે કોઇ છે.
સિદ્દીકભરૂચી