સુમધુર શબ્દમાં બોલ્યું બાળક
કાલી કાલી ભાષમાં બોલ્યું બાળક
શબ્દોથી અજાણ બોલ્યું બાળક
વહાલું વહાલું બોલ્યું બાળક
તમે એની આંખોમાં જુઓને
કેટલું વહાલું લાગે બાળક
એની ઘણી નાની દુનિયા
એની દુનિયાનો રાજા બાળક
આમ જુએ ને તેમ જુએ
આખી દુનિયાને જુએ બાળક
નવા નવા શબ્દો શીખે બાળક
કેમ લાગે વહાલું વહાલું બાળક?
~ અશોકકુમાર શાહ “પરાગરજ”