ચાંદામામા…
ચાંદામામા ઓ ચાંદામામા,
વાદળ પાછળ છુપાયેલા ચાંદામામા,
તારાઓ સાથે ચમકતા ઓ ચાંદામામા,
સારા સપનાઓ મને દેખાડજે ચાંદામામા,
સારી રાત જવા દેજો ઓ ચાંદામામા,
મારી રાતનાં રાજા ઓ ચાંદામામા,
સૂરજદાદાને ઉગવા ન દેજો ચાંદામામા,
વધુ વાર સુવા દેજો મને ચાંદામામા,
કાળી રાતમાં સફેદ ચાદર વાળા ચાંદામામા,
બાળકોના સૌથી પ્રિય મામા,
ચાંદામામા ઓ ચાંદામામા,
તમને નીરખ્યા જ કરું હું ચાંદામામા,
બધાથી દૂર તમે ચાંદામામા,
ક્યારેક તમને મળવું છે મને ચાંદામામા,
ચાંદામામા ઓ ચાંદામામા,
વાદળ પાછળ છુપાયેલા ચાંદામામા.
– નીતિ સેજપાલ,”તીતલી”
Continue Reading