મોસાળ મને વ્હાલું લાગે,
મામાનું ઘર મને વ્હાલું લાગે,
વાતો કરે એ મારી સાથે,
ત્યારે મને ઘણું મીઠું લાગે,
વેકેશનમાં હું જવું ત્યાં,
ત્યારે મને ઘણું સારું લાગે,
ત્યાં જઈ ત્યારે,
એ દિવસો કેટલાં જલ્દી વીતવા લાગે,
તેઓની સાથે વાત કરતાં,
સમય મારો જલ્દીથી જવા લાગે,
મમ્મી મારે જવું ત્યાં,
કારણ કે મામાનું ઘર મને વ્હાલું લાગે,
વારે વારે કહું છું હું,
કે મોસાળ મને વ્હાલું લાગે…