કેટલીય વાર બસ એમ જ રડાવ્યો છે મને !
કે ફક્ત વાતો કરવાને પણ રિબાવ્યો છે મને !
મારાથી વાકેફ કેવો કરાવ્યો છે મને ?
દોષ આપી ગુનેગાર ઠરાવ્યો છે મને !
કંગાળ ખુદ થયો દર્દની દોલત આપી,
શબ્દોની રમતથી તે નવાજ્યો છે મને !
સદા તું જ રિસાય ને હું જ મનાવું એવું કાં ?
એક ક્ષણેય યાદ નથી કે તે રિઝાવ્યો છે મને !
ખુશીથી કરી બેખબર, દુઃખો મારાં નામે કર્યા,
એમ તો ભરી આંખોએ પણ હસાવ્યો છે મને !
એક પણ ઘડી ના સોંપી તેં મુલાકાતની !
ને વિરહની વેદના વડે સજાવ્યો છે મને !
સપના રોપેલ મેં, હરિયાળીની આશ લઇ,
આભાર કે ભરનિંદ્રાથી જગાડ્યો છે મને !
એવો વારો તારો પણ આવશે એક દિ,
ઝુકવાનું થશે, જેવો ઝુકાવ્યો છે મને !
તો તેજ બની તારી જ આંખો આંજીશ,
આ યાદ રાખજે, તે જો બુઝાવ્યો છે મને !
હસ્તરેખાઓ
આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ, કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ. પિંડ સાથે એ તો રચી હોય વિધાતાએ, કયાં...