” બેવફામાં ” શુમાર ના કરજે,
દિલ ન માને,તો પ્યાર ના કરજે.
એપ્લિકેશન ઘણી છે હાથોમાં,
પોષ્ટઓફિસથી તાર ના કરજે.
આચરણથી સુગંધ પ્રસરે છે,
બોલી બોલી પ્રચાર ના કરજે.
ભૂલવું અમને એક કસોટી છે,
એ મુલવ્વા ‘ વિચાર ‘ ના કરજે.
સાંજને ગમના દાન આપી દે,
મન ઉપર એનો ભાર ના કરજે.
સાથ આપી જો ના શકે ” સિદ્દીક”,
દોસ્તીમાં દરાર ના કરજે.
સિદ્દીકભરૂચી