બોજ એણે , ઉપાડી લીધું,
મૌનને જ્યાં, મનાવી લીધું.
યુગ અહીંથી શરૂ થઇ ગયું,
હાથમાં હાથ આપી,લીધું.
ઈશ્કના કંઈ બહાને અમે,
દર્દ ક્યાં ક્યાં રમાડી લીધું.
ભાઇ,મકતલ જગા આપણી,
ક્યારનું મેં વિચારી લીધું.
આંખ ને હોઠની જ્યોતથી,
પ્રેમનું કેફ જાંણી લીધું.
સિદ્દીકભરૂચી.