ભીંતને વાંધો કે હાથો ના મળે,
ઘરને એ ચિંતા કે સાંધો ના મળે.
કો ‘ અધીરૂં થાય છે,ના જોઈને,
ને કદી બે જણની આંખો ના મળે.
દર્દના પોશાકમાં છે , એક જગત,
જોઈએં જેને એ સાજો ના મળે.
ફક્ત મૈયતને છે ટેકાનો રિવાજ,
જીવતાને કોઇ કાંધો ના મળે?
એ રીતે તૂટી ને વિખરાયા સંબંધ,
કોઇનો કોઈથી નાતો ના મળે.
ચકચકિત સડકોની બન્ને બાજુએ,
‘ પારડી ‘ આવો તો વ્રુક્ષો ના મળે.
એટલો બદલાવ’ સિદ્દીક ‘ છે હવે,
ભિક્ષુકો માંગે તો પ્યાલો ના મળે.
~ સિદ્દીકભરૂચી