ભીનાશ તારી આંખમાં દેખાય છે,
મારી ય કાયા રાખમાં દેખાય છે,
છે આંસુઓથી આંખ ભીની કેટલી?
આજે મહોબત શાખમાં દેખાય છે,
જીત્યા હતા મેં દિલ ઘણાયે એ જુઓ,
કૈ મેદની પણ લાખમાં દેખાય છે,
ખૂંચી હતી જે પીઠ પાછળ પણ કદી,
એવી કટારો કાખમાં દેખાય છે,
ઉડવું હવે મુશ્કેલ છે પણ કેટલું?
જો ભાર પણ કૈ પાંખમાં દેખાય છે,
હિંમતસિંહ ઝાલા