દુનિયાને સમજવા જતા,
ક્યાંક હું પોતેજ પોતાને સમજી ન શકી.
જ્ઞાનનાં ઊંડા સરોવરમાં,
જતા હું પોતે જ ડૂબી ગઈ.
જગને ઓળખવા ગઈ,
ને સમય જતાં હું પોતાને જ ભૂલી ગઈ.
સ્વયંને શોધવા,
હું ક્યાંય આગળ પહુંચી ગઈ.
પણ શોધી ન શકી પોતાને,
કારણ કે વાસ્તવમાં,
હું પાછળ રહી ગઈ.
ખબર ન પડી ક્યારે હું પોતાને જ ભૂલી ગઈ,
પોતાને ચમકાવવા માટે,
હું આકાશ સુધી પહુંચી ગઈ.
પણ આખરે,
હું ક્યાંક ખોવાય ગઈ.
સાચે જ મારી નવી જાતને શોધવા માટે,
હું આજે મારી જૂની જાત જ ભૂલી ગઈ…
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...