હું મારી ઓળખાણ પણ ભૂલી ગઈ
ઘરના હિસાબ કરતા કરતા
હું મારી ઉંમર પણ ભૂલી ગઈ
બધાની કાળજી રાખતા -રાખતા
હું મારી કાળજી કરવાનું પણ ભૂલી ગઈ
બધાના સપનાઓ પુરા કરવામાં
હું મારા સપનાઓ પણ ભૂલી ગઈ
બધાની ખુશીઓના ખ્યાલ રાખવામાં
હું મારી પોતાની ખુશી પણ ભૂલી ગઈ
બધાની ચિંતાઓ કરવામાં
હું મારી જિંદગી પણ ભૂલી ગઈ
બધાની જવાબદારીઓ સાંભળવામાં
હું મારી જાત ને પણ ભૂલી ગઈ
હું આજે બધા કિરદાર નિભાવું છું
હું પણ એક સ્ત્રી છું એ
હું મારી ઓળખાણ પણ ભૂલી ગઈ
હું આજે એ મારી ઓળખાણ પણ ભૂલી ગઈ
હું મારી આજે એ ઓળખાણ પણ ભૂલી ગઈ
– હેતલ જોષી