નીકળ્યો છું સમય રહેતાં
પ્રારંભ હવે મજાનો રહેશે.
હાજરી આપની છે સફરે
સુંવાળો જો સંગાથ રહેશે.
સમજણ ઊંડી જણાય છે
સંવાદ હવે સહેલો રહેશે.
રૂબરૂ છું જ હરબાર સંબંધે
લાગણીનો હવે સાર રહેશે.
ને વરસી શકું છું સમયસર
ભીનાશનો હવે સાથ રહેશે.
– નિલેશ બગથરિયા “નીલ”