મદદ કરવા ચડ્યો દુનિયાની ‘ને મારા કરમ તૂટ્યા,
ભવાંતર આ બધા વરસો સુધી સાચા પરમ ભૂલ્યા!
ગજબ છે જિંદગી! થાકી ગયા રે વાત ફેરવતા,
અમે તો દુઃખ સહી, હસતા મુખે તારી શરમ લૂંટ્યા.
થતી ‘તી વાત જ્યાં ઝઘડા ભરી ત્યાં શાંતિ રાખી છે,
ને ઉછાળા થયા જ્યાં, ત્યાં અમે ભીની કલમ મૂક્યા.
કરી સાબિત, બતાવો કે અમે છીએ જરા ભોળા,
થયું રમખાણ જ્યાં ત્યાં શાંતિ છોડીને ધરમ છૂટયા.
અહા! ખળખળ વહે છે “દીપ” ઝરણું સુખનું દુનિયામાં,
સહીને દુઃખ જગત ભીતર અમે આજે અડગ ઊગ્યા!
દીપ ગુર્જર