ભર ઉંઘે આવીને તું કેમ મને આમ હેરાન કરતી?,
રમતા રમતા આમ પડી જતા તું એકાંતમાં રડતી!,
રક્ષા કાજે બાંધતી રાખીને ચોકોલેટ માંગતી!,
દોડ મૂકીને આવેને પાછળ ખભા પર આવી બેસતી!,
સવાર પડતાની સાથે મને કેમ એમ જગાડતી?,
સાંજ પડતાની સાથે કેમ મુજને લપાઈને બેસતી?,
યાદ આવે જો મારી તો યાદ નહીં કરતા કેમ રડતી?,
આપે કોઈ ઝખમ તો હવે કેમ મૌન ધારણ કરી બેસતી?,
થાય છે હજી તો બે-ત્રણ વર્ષ જ તુજને ગયાના!,
તો આમ મને એકલા મૂકીને ક્યાં દૂર તું ચાલતી?,
મયુર રાઠોડ ‘દુશ્મન’