મને એ સમજાતું નથી કે
આવું શાને થાય છે.?
સત્ય ને ન્યાય મળતો નથી ને
અસત્ય ને ન્યાય મળીને તેઓ આગળ વધે છે !
સાચું બોલનારાઓ ને ખોટા પાડે છે ને
ખોટું બોલનારાઓને ગળે લગાડે છે..
મને એ સમજાતુ નથી કે
આવું શાને થાય છે?
ગરીબને બે ટાઈમ ખાવા અન્ન નથી ને
તવંગર બે માણસ ખાય તેટલું અન્ન બગાડે છે.!
મને એ સમજાતું નથી કે
આવું શાને થાય છે.?
લોકો ભુલી ગયા છે મંદિરે જવાનું ને
જાય છે પૈસા ખર્ચી થીયેટરમાં.!
લોકો ભુલી ગયા છે રાધા-કૃષ્ણને ને
યાદ કરે છે હિરો હિરોઇન ને.!
મને એ સમજાતું નથી કે
આવું શાને થાય છે.?
વિદ્યાર્થીઓ ને શિક્ષકો થઈ ગયા છે ટ્યુશનીયા,
વિદ્યાર્થીઓને ભણવાની ને
શિક્ષકોને ભણાવવાની રહી નથી દાનત.!
મને એ સમજાતું નથી કે
આવું શાને થાય છે.?
માનવી માં હવે નથી રહી પ્રામાણિકતા,સચ્ચાઈ ને માનવતા.!!
લાલચ,હવસ નો બન્યો એ શિકાર…
તો માનવી કરતાં તો પ્રાણી સારૂં કે કુદરતે એને બનાવ્યું ભલે વાંકુ છતાં તે ચાલે સીધું..
ને માનવીને બનાવ્યો સીધો છતાંય ચાલે વાંકો ને વાંકો જ..!
મને એ સમજાતું નથી કે
આવું શાને થાય છે.?
મારે કહેવું શું હતું ને
કહી શું દીધું છે.!
મને એ સમજાતું નથી કે મારી સાથે
આવું શાને થાય છે ?