અસમંજસ થી છું ભરેલો
મને ક્યા સમજાય છે !!!
લખાય છે આ પેનથી,
પેનની શાહી વપરાય છે..જાણું છું…
પણ….
એ મને ક્યાં સમજાય છે !!!?
નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,
પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે..જાણું છું..
પણ…
એ મને ક્યાં સમજાય છે !!!?
સમુંદરમાં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને
ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું ..
પણ…
એ મને ક્યાં સમજાય છે !!!?
લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી
જ્યારે
ઝઘડો-કંકાસ થાય તો છેડા છુટાં થઈ જાય છે જાણું છું..
પણ..
એ મને ક્યાં સમજાય છે !!!?
આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે
છતાં પણ
ખુશી ના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે…જાણું છું..
પણ…
એ મને ક્યાં સમજાય છે !!!?
ખુદ ની આવડતથી સોંપાયેલુ કામ
સરળતાથી પૂરું પડાય છે જાણું છુ.. .
પણ…
એ મને ક્યાં સમજાય છે !!!?
સમજાય છે બધુંજ પણ
કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે..
એ પણ જાણું છું…
પણ…
એ મને ક્યાં સમજાય છે !!!?
સંકેત વ્યાસ “ઈશારો”