એક વિચાર હું પણ રાખું છું,
એક સમજ મારી પણ છે,
તમારી વાત હું જરૂર સાંભળીશ,
અતઃ મને પણ તમારું ધ્યાન જોઈયે છે.
હું પણ આજ દુનિયા માં રહું છું,
ઘણા લોકો ને મડું છું,
મારો પણ સહવાસ ઘણો મોટો છે,
સમય સાથે મને પણ અનુભવ થયો છે.
નહિ બોલવામાં અને નહિ સમજવામાં
ઘણો ફરક છે
તમારા માન ખાતર ચૂપ રહું છું
પણ…
એક વિચાર હું પણ રાખું છું
એક સમજ મારી પણ છે.
તમારા જીવન ની હું સંગની છું
તમને પ્રેમ કરું છું
તમારુ સદય ભલુ જ વિચારીશ
એ વિશ્વાસ ની સાથે…
મને બોલવાદો.
આપણા આપસ ના મન મેટાવ
આપણા આપસ ની વાત છે
એ વિચારી ને, સદય બીજા સામે
હસમુખં ચેહરા નો મુખોટો પહેરી રાખું છું.
મને બોલવાની સ્વતંત્રતા આપો
મન ની વાત મન માં કેટલો સમય રાખી શકું?
મને ખીલવાદો, મને બોલવાદો.
કારણ કે…..
એક વિચાર હું પણ રાખું છું
એક સમજ મારી પણ છે.
– શમીમ મર્ચન્ટ