કેમ કરીને એક થાળીમાં જમશુ ?
આપણા જુદા જુદા છે ઈનટેક !
મને શીરો ભાવે ને તને કેક!
તને પીઝા ભાવે તને બર્ગર ભાવે,
મને ભાવે છે ભાખરી ને ચા.
પાસ્તા, મેગીમા મને આવે જ નહીં,
જે ખીચડી મા આવે મજા.
હુ ચા નો રસીયો, બોલ ક્યાંથી લાવું,
તુ માંગે જો ચૉકોમિલ્ક શેક !
મને શિરો ભાવે ને તને કેક !
તારી જીભે રમે છે કેન્ડી ને કૂકી,
મારી જીભે તો સુખડી રમતી.
તને ગમે છે કાલાખટ્ટાની ઠંડક,
મને લીંબુ શીકન્જી ગમતી.
તને ખૂબ જ ગમે છે ફ્લેવર વેનીલા,
ને મને ચોખ્ખા ઘીની મહેક !
મને શીરો ભાવે ને તને કેક !
મને શીરો ભાવે ને તને કેક !
-હાર્દિક મકવાણા (હાર્દ)