મન કહે છે વાહ શુ ! વરસાદની મૌસમ છે,
તારી અને મારી મનથી મળવાની મૌસમ છે.
દિલથી દિલની વાતડિયું કહેવાની મૌસમ છે,
હાથ મા હાથ પરોવી સાથે ચાલવાની મૌસમ છે.
બુંદ-બુંદ તનથી તનને ભીંજવવા ની મૌસમ છે,
યાદોથી યાદો યાદ કરવાની મૌસમ છે.
બાહોમાં બાહો જકડવા ની મૌસમ છે,
તારી ને મારી વાતો કરવાની મૌસમ છે.
ધડકનથી ધડકન સુધી મળવાની મૌસમ છે,
પ્રેમ ને પ્રેમથી પ્રેમ આપવાની મૌસમ છે.
આંખોમાં આંખો પલકાવી વાતો કરવાની મૌસમ છે,
દુર છું ઘણો છતાં પાસે રહેવાની મૌસમ છે.
✍ગિરીમાલસિંહ ચાવડા ગીરી