મન મારું નાચે થનક થેઈ થેઈ
ઝીણા તે ઘૂઘરા વાગે છમક છુમ,
બોલે તા તોમ તેઈ તેઈ- મન મારું0
કિરણો અડે ને કંપી ઊઠે છે પોયણાં,
વાયુની લ્હેર વાય ફરકે ઉપરણાં,
ફૂલની ફોરમ લેઈ લેઈ- મન મારું0
ઘેલું ઘૂમે મારું અંતર આનંદમાં,
ગીતો ગાતું એના મનગમતા છંદમાં,
પાગલ શું પ્રીત દેઈ દેઈ- મન મારું0
પિનાકિન ઠાકોર