મન આ શબ્દની યાદ કેવી છે ?
કોઈની માટે તો ફરિયાદ જેવી છે.
કોઈને રંગીન વાદળો માં રમાડે છે મન
તો કોઈને આભથી ધરતી દેખાડે છે મન
મન નામ વ્યક્તિ સાંભળતા જ વિચારે
દરેક એક અલગ ચિત્ર જ ધારે
મન એ કોઈ ચોક્કસ શરીરનો ભાગ નથી
પણ એ ન હોય તો શરીર સંસારનો જ ભાગ નથી
મન વ્યક્તિને સુખની પાંખે રાખે છે
મન વ્યક્તિને દુઃખ નો સ્વાદ ચખાડે છે
મન ન છોડે કદી વ્યક્તિનો સાથ
મન ન જડે તમને સરેબજાર
મન વ્યક્તિને પ્રફુલ્લિત કરવાની ચાવી
વ્યક્તિમાં મન છે અને મનથી વ્યક્તિ થાય માનવી
– હિરલ જગડ