મળતી વાતે અને ભળતી વાતે,
અંશ માત્ર મળે ના સત્ય વાતે.
ભરપાઇ થશે ના કરમ કહાની,
નથી એકાદ પણ પુણ્ય ખાતે.
અઘરું થઈ પડે ભલે જીવતર,
કોઈ આવી અહીં જીણું કાંતે.
થાય ન કશું તો કશો વાંધો ના,
જીવવાનું અહીં માણસ નાતે.
સ્વયં દિવો બની પ્રગટી જવાનું,
અથડાવું ખોટું છે અંધારી રાતે.
કોઈ આવી કશું કરે ભલા અહીં?
કાર્યો બધા કરવાનું રખાય જાતે.
નિલેશ બગથરિયા “નીલ”