મળવાની ક્યાં કોઈ જરૂર જણાય છે..
લાગણીઓ હવે શબ્દોમાં વંચાય છે..
ભલે નજરો ના મળે,ન મળે હથેલીની ઉષ્મા..
બસ,તારો d.p જોઈ, રહું છું હું ખુશમાં..
પ્રેમ તારો પંક્તિઓ માં દેખાય છે..
લાગણીઓ હવે શબ્દોમાં વંચાય છે..
સાચું કહું,મળવાનું તો થયું છે ઘણું મન..
પણ, last seen જોઈ મનાવી લઉ છું મન..
તને online જોઈ હૈયું હરખાય છે..
લાગણીઓ હવે શબ્દોમાં વંચાય છે..
મળવાની ક્યાં કોઈ જરૂર જણાય છે..
~ સોનલ ક્રિસ્ટી