છે અમારી એટલી ઈશ્વર, સદાની માંગણી,
ભેદ જ્યાં તારા નથી એવી હવાની માંગણી
દીકરીની ઈચ્છાથી ખિસ્સાં ને લાગે ભાર ના,
છે ઘણું, મેં ક્યાં કરી મોટાં ગજાની માંગણી.
ચાલ ઈશ્વર આપણે ઝગડો કરીને જોઈએ,
આપે જીવન તું, કરું ત્યારે કઝાની માંગણી
પ્રેમ કરવો એ તને જો લાગતું હો વ્યર્થ તો,
પ્રેમીઓ પાસે કરીજો ઘેલછા ની માંગણી
આંસુઓથી લાલ થૈ ગ્યાં એના કોમળ ગાલ, તો
આંસુઓએ પણ કરી ઝાકળ થવાની માંગણી.
હું અચલ ઈશ્વરની પાસે માંગુ તો પણ માંગુ શું!
દર્દ પોતે જૈ કરે ક્યારેય દવાની માંગણી ?
ધ્રુવ પટેલ ( અચલ )