આજે સ્ટેટ્સ નથી મૂકવા, જા તારી સાથે કીટ્ટા,
માણવા હોય સ્ટેટસ તો મોકલ મેસેજ બુચ્ચા,
કોની માટે સ્ટેટ્સ મુકું ને, કોણ એને વાંચે,
કોઈ સીધી કોપી કરે ને, કોઈ એને માંજે,
મારી મહેનત સાવ નકામી, જો તે એને ન દિઠ્ઠા,
આજે સ્ટેટ્સ નથી …..
ગામ આખું સ્ટેટ્સ વખાણે, પણ તને ન મોહ્યાં,
એટલી ઝડપે ફેરવી દીધાં, જાણે જોયા ન જોયા,
બીજા સાથે શું લાગે વળગે, મોકલું તને જ સિધ્ધા,
આજે સ્ટેટ્સ નથી …..
દિપેશ શાહ